PE logo

પ્રોજેક્ટ એવરીવનની સ્થાપના ફિલ્મ નિર્માતા અને કોમિક રિલિફ રિચાર્ડ ક્યુર્ટીસ દ્વારા કરવામાં આવી હતી. તે શાં માટે…. વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ટકાઉ વિકાસ માટે વૈશ્વિક લક્ષ્યાંકો રજૂ કર્યા હતા, ગરીબી નાબૂદી, અસમાનતા અને અન્યાય સામેની લડાઈ તેમ જ વર્ષ 2030 સુધીમાં સૌને માટે આબોહવા પરિવર્તન આ મહત્વકાંક્ષી લક્ષ્યાંકોની શ્રૃખલા છે. જો આ લક્ષ્યાંકોને હાંસલ કરી લેવામાં આવશે તો સૌને માટે આ ધરતી પર આરોગ્ય, સુરક્ષા અને ભવિષ્યને સુનિશ્ચિત કરી શકાશે.આ ધરતી પર જો સૌ કોઈ આ અંગે જાગૃત બનશે તો આ લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની શ્રેષ્ઠત્તમ શક્યતા રહેલી છે. વિશ્વના સૌથી વિશાળ પાઠ (વર્લ્ડ લાર્જેસ્ટ લેસન) એ પ્રોજેક્ટ એવરીવનના આ અભિયાનનો એક ભાગ છે.આ ધરતી પરના તમામ આશરે 7 અબજ લોકો સાથે આ વૈશ્વિક લક્ષ્યાંકોની આપ-લે કરો.

"Ours can be the first generation to end poverty – and the last generation to address climate change before it is too late"

Ban Ki-moon, Secretary-General of the United Nations